હઠીલી
હેડકી...
“અમારી
પડોશમાં એક બહેન રહે છે. તેમની તકલીફ એટલી બધી છે કે મારાથી જોવાતી નથી, અમને
બધાને હોમીઓપેથીક સારવારથી સારું થયું છે એટલે એમણે પુછાવ્યું કે ખૂબ જૂની
હેડ્કીની ફરીયાદ હોય તો આ સારવાર પદ્ધતિથી મટી શકે?”પડોશી પ્રત્યેની સહાનુભૂતિ
સાથે મદદ કરવા ઇચ્છુક બહેને પુછ્યું અને જવાબની રાહ જોયા વિના જ આગળ બોલ્યા: “મેં
તો કહીજ દીધું છે કે તમને પણ સારું થઇ જ જશે. આજે તો હું તમારા માટેનો સમય નક્કી
કરીનેજ આવીશ. એટલે એમના નવા કેસ માટેનો કાલનો સમય આપો.” વિનંતી અને હુકમના મિશ્રિત
આદેશ દ્વારા નિશ્ચિત સમય અને સંતોષ સાથે વિદાય થયા.
બીજા
દિવસે નિશ્ચિત સમયે પોતાના બીમાર પાડોશી અને એમના ઢગલાબંધ રિપોર્ટ્સ સાથે
પ્રવેશ્યાં. બેઠી દડીના છેતાલીસ વર્ષની વયના પ્રમાણમાં ભરાવદાર શરીર ધરાવતા બહેન
મુશ્કેલીથી ચાલતા હતાં. એમના પાડોશીએ જાણે ઘરેથીજ સુચના આપી રાખી હોય તેમ બેસતાની
સાથે એમણે ખૂબ પદ્ધતિસર ફરીયાદ જણાવવી શરૂ કરી. “આજથી લગભગ પચ્ચીસ વર્ષ પહેલાં મારા
લગ્ન થયાં, ત્યાં સુધી મને નખમાંય રોગ ન હતો. એ પછી મને થોડી પેટની તકલીફ થવા
લાગી. થોડા દિવસ થાય અને અચાનક પેટમાં દુઃખાવો ઉપડે. દુઃખે ત્યારે એવું દુઃખે કે
મારે ફરસ પર આળોટવું પડે. એની જોડે ઉલટીઓ પણ થતી. એવું થોડો સમય રહ્યું પછી એ તો
જાણે ઠીક થઇ ગયું. એના પછી મારી પ્રેગ્નન્સી અને ડીલીવરી બધું નોર્મલ જ થયું.
ડીલીવરી પછીના સાતેક વર્ષ સુધી મને કોઈ તાલ્કીફ નહોતી. એવામાં માસિકની ફરીયાદ શરૂ
થઇ. ખૂબ માસિક આવતું. એમાં લોચા પડતા અને માથું ફાડી નાખે તેવી વાસ પણ મારતી. એની
સારવાર લીધી, આવું સળંગ સાત-આઠ મહીના ચાલ્યું એટલે કંટાળીને બીજા ડોક્ટરને
બતાવ્યું, એમણે ‘મારું શરીર ખસે છે એવું નિદાન કરીને કાયમ માટે સારું કરવું હોય તો
કોથળી કઢાવવાનું ઓપરેશન કરાવવાની સલાહ આપી. આમેય હું બીમારીથી અને શરીરથી કંટાળી
ગઈ હતી એટલે ઓપરેશન કરવી નાખ્યું. પછીના પાંચ-છ વર્ષ બધું સારું રહ્યું.”
તેઓ
બોલવાનું શરૂ કરે તે પહેલાંજ એમની હેડ્કીની તીવ્રતાએ જ જણાવી દીધું કે એની સ્થિતિ ખૂબ ખરાબ છે. લગભગ
દર દસ સેકન્ડે એને હેડકી આવતી. હેડ્કી સાથે જાણે આખુંય શરીર હલી જતું હોય તેમ
લાગતું. પોતે શરીરને સંતુલિત રાખવાના પ્રયત્નમાં બંને હાથથી માથું પકડીને, આંખો
બંધ રાખીને, કોણીઓ ટેબલ પર ટેકવીને બેઠા.
“એવામાં
મને શરદી-ખાંસીની તકલીફ થવા માંડી.. જયારે પણ શરદી-ખાંસી થાય એટલે છાતીમાં ગળફા
બાઝે અને દર વખતે તાવ આવતો, એ સમયે અમે દક્ષીણ ગુજરાતમાં રહેતા. ત્યાં અમારી વાડીઓ
હતી, ચીકુની. એટલે આમતો શુદ્ધ હવા, પાણી હતાં, તોયે આ શરદી ખાંસી કેમ થતી એનો
ખ્યાલ ન આવ્યો. આની સારવાર દરમ્યાન જ મને એસીડીટી થવા માંડી. પેટમાં જાણે ઉકળતું
પ્રવાહી રેડ્યું હોય તેમ લાહ્ય બળ્યા કરતી. ખાવા-પીવાની કોઈ તકલીફ નહી, સમય થાય
એટલે ભુખ લાગે. તરસેય સામાન્ય. પણ આ લાહ્ય સતત બળ્યા કરતી. ખૂબ ઠંડું પણ ખાઈ જોયું
પણ એનાથી પણ પેટની બળતરામાં કોઈ આરામ ન
થતો. એવામાં જ મને આ હેડ્કીની તકલીફ થવા માંડી. શરૂઆતમાં એ, આશરે ઓગણીસો
નવ્વાણુંની સાલથી, દિવસમાં બે-ચાર વાર થતી. થોડું ખાઈ-પી લઈએ એટલે બેસી જતી પછી
એની તકલીફ વધતી ગઈ. ધીમેધીમે કરતાં એ પછી આખો દિવસ રહેવા લાગી. રાતે ઊંઘમાં જ એ
હેડ્કી બંધ રહેતી બાકી આંખ ખુલે એટલે શરૂ થાય તે રાત્રે સૂતાં સુધી બસ આમ હેડકી
આવ્યાં જ કરે. એટલે વિવિધ પ્રકારની તપાસ અને રીપોર્ટની હારમાળા થઇ ગઈ.”
“તમેજ
કહો, રાત-દિવસ, સવારસાંજ – બસ આમ હેડકી આવ્યાં જ કરે તો મારે સહન કેમનું કરવાનું
અને બૈરી જાત, શું કામ કરવાનું ન હોય? સવારથી રાત સુધી હજાર કામ હોય, પણ આ
હેડ્કીને લીધે એકેય કામમાં ભલીવાર ન આવે.
"ઠેક
ઠેકાણે સારવાર કરાવી. કોઈએ ‘તમે ખુલ્લી હવામાં રહો છો એટલે તમને આવી તકલીફ થાય છે’
એવી સલાહ આપી તો કોઈએ ‘એલરજી છે’ એવું નિદાન કર્યું. કોઈએ એસીડીટીની સારવાર આપી તો
કોઈએ પેટના અલ્સરની સારવાર આપી. આ બધા ઢગલો રિપોર્ટો કરાવ્યા છે. છાતીના ફોટા,
પેટના ફોટા, આંતરડાના ફોટા. અત્યાર સુધીમાં ચાર-પાંચ વાર દુરબીન નાંખીને પેટની તપાસ
પણ કરાવી છે. કંઈ સમજાતું નથી. હેડ્કીની તકલીફ માટે છાતીના નિષ્ણાંત, પેટના નિષ્ણાંત,
અરે જ્ઞાનતન્તુંના નિષ્ણાંતને પણ બતાવ્યું છે. પણ આ હેડ્કી એવીને એવી છે.”
“દવાઓમાં
પણ એસિડીટીથી માંડીને અલ્સરથી લઈને એલર્જી અને ખેંચની સારવારમાં ઉપયોગી થાય તેવી
દવાઓ પણ અજમાવી જોઈ છે. કશાથી ફાયદો થતો નથી. વચ્ચે થોડો સમય માટે સ્ટીરોઇડનો
અખતરો પણ કરી જોયો. એનાથી પણ કોઈ ફેર ન પડ્યો. એટલે આ “માનસિક” છે એમ મને સમજાવવા
માંડ્યું. હવે તમેજ કહો આ આખો દિવસ હેડ્કી આવ્યાં કરે છે, આજે એ વાતને સાત વરસ
થયા. આવી તકલીફ તે કઈ માનસિક તકલીફ થોડી હોય?”
“આ તો
મારા પાડોશીથીય નથી જોવાતું. જયારે મળે ત્યારે કહે ‘કોઈ દવા કરવો, આમ તે કેમ
ચાલશે?’ એટલે મેં એને મારી આપવીતી કહી કે, ‘બેન, કશું બાકી રાખ્યું નથી.’ હવે તો
જે દવાઓ છે એમાં ખૂબ ઊંઘ આવે છે, મહામુશ્કેલીથી આંખો ખુલ્લી રાખવાનો પ્રયત્ન કરું
છું. જેમ તેમ કરીને ખાવા-પીવાનું બનવું છું. બાકીતો કોઈ કામ થતું નથી, બસ આખો દિવસ
હેડ્કી આવ્યાં કરે છે. એમણે ચિંતા થઇ એટલે અહીં લઇ આવ્યાં છે. જે જ્યાં સૂચવે
ત્યાં હું આ રીપોર્ટનો થોકડો લઈને જાઉં છું... રખેને કોઈ દવા કામે લાગી જાય...”
દર વખતે
હેડકી પછી એક નાનકડો ઓડકાર આવતો એ એમની હેડ્કીની તીવ્રતા સાથે એક નોંધપાત્ર બાબત
હતી, આ સાથે ચાલુ દવાઓની અસરને કારણે તેઓને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને તેથી
બોલવામાં તકલીફ થતી હતી. છેલ્લા થોડા સમયથી તેઓને બંને ગોઠણમાં દુઃખાવો શરૂ થયો
હતો. અડધા દાયકાથી વધારે સમયથી પીડિત મહિલાની ઉપરોક્ત તકલીફોની સારવાર શરૂ કરી.
દસ દિવસની સારવાર બાદ જયારે તેઓ બતાવવા આવ્યાં ત્યારે એક જુદી જ
વ્યક્તિ હતાં. દવા શરૂ કર્યાના તુરંત બાદ તેઓને રાહત અનુભવાઈ હતી. શરૂઆતના ચાર દિવસ બાદથી હેડ્કી સંપૂર્ણપણે બંધ થઇ ગઈ હતી. સાત વર્ષ બાદ તેઓ એ આ સ્વસ્થતાનો અનુભવ કર્યો હતો. આ દરમ્યાન તેઓને હલકો, માથાનો દુઃખાવો, અનુભવાયો હતો. છેલ્લા એકાદ દિવસથી ઓડકાર આવતા પણ એમાં કોઈ પ્રકારની વાસ કે સ્વાદ અનુભવતા ન હતાં. આ દર્દીની સારવાર અઢી મહિના સુધી કરવામાં આવી હતી.જે બાદ એમની સારવાર બંધ કરી દેવામાં આવી.
ઉપરોક્ત કિસ્સામાં જોવા મળેલ ચમત્કારિક પરિણામથી હોમિયોપથી વિશેની ગેરમાહિતીઓ વિશેની એક ‘ખૂબ ધીમી સારવાર પદ્ધતિ’ એ અહીં દૂર થાય છે.
સારવારની
ત્વરિતતા, સ્વસ્થતા પાછી મેળવવાનો સમયગાળો અને સારવાર દરમ્યાન અનુભવતા ફેરફારો એ
વ્યક્તિલક્ષી હોય છે. તેથી દરેક દર્દીને ખૂબ જ ઝડપથી સારું ન થાય એ પણ શક્ય છે. પણ
હોમિયોપેથીક સારવાર પદ્ધતિ પોતે ધીમી છે એ એક ખોટી માન્યતા છે,એવું દરેક અસરકારક
સારવાર સાબિત કરે છે.