Sunday, October 16, 2011

Chronic Hiccoughs : Rapid Recovery! Marvel of Homoeopathy!!!


હઠીલી હેડકી...


“અમારી પડોશમાં એક બહેન રહે છે. તેમની તકલીફ એટલી બધી છે કે મારાથી જોવાતી નથી, અમને બધાને હોમીઓપેથીક સારવારથી સારું થયું છે એટલે એમણે પુછાવ્યું કે ખૂબ જૂની હેડ્કીની ફરીયાદ હોય તો આ સારવાર પદ્ધતિથી મટી શકે?”પડોશી પ્રત્યેની સહાનુભૂતિ સાથે મદદ કરવા ઇચ્છુક બહેને પુછ્યું અને જવાબની રાહ જોયા વિના જ આગળ બોલ્યા: “મેં તો કહીજ દીધું છે કે તમને પણ સારું થઇ જ જશે. આજે તો હું તમારા માટેનો સમય નક્કી કરીનેજ આવીશ. એટલે એમના નવા કેસ માટેનો કાલનો સમય આપો.” વિનંતી અને હુકમના મિશ્રિત આદેશ દ્વારા નિશ્ચિત સમય અને સંતોષ સાથે વિદાય થયા.

બીજા દિવસે નિશ્ચિત સમયે પોતાના બીમાર પાડોશી અને એમના ઢગલાબંધ રિપોર્ટ્સ સાથે પ્રવેશ્યાં. બેઠી દડીના છેતાલીસ વર્ષની વયના પ્રમાણમાં ભરાવદાર શરીર ધરાવતા બહેન મુશ્કેલીથી ચાલતા હતાં. એમના પાડોશીએ જાણે ઘરેથીજ સુચના આપી રાખી હોય તેમ બેસતાની સાથે એમણે ખૂબ પદ્ધતિસર ફરીયાદ જણાવવી શરૂ કરી. “આજથી લગભગ પચ્ચીસ વર્ષ પહેલાં મારા લગ્ન થયાં, ત્યાં સુધી મને નખમાંય રોગ ન હતો. એ પછી મને થોડી પેટની તકલીફ થવા લાગી. થોડા દિવસ થાય અને અચાનક પેટમાં દુઃખાવો ઉપડે. દુઃખે ત્યારે એવું દુઃખે કે મારે ફરસ પર આળોટવું પડે. એની જોડે ઉલટીઓ પણ થતી. એવું થોડો સમય રહ્યું પછી એ તો જાણે ઠીક થઇ ગયું. એના પછી મારી પ્રેગ્નન્સી અને ડીલીવરી બધું નોર્મલ જ થયું. ડીલીવરી પછીના સાતેક વર્ષ સુધી મને કોઈ તાલ્કીફ નહોતી. એવામાં માસિકની ફરીયાદ શરૂ થઇ. ખૂબ માસિક આવતું. એમાં લોચા પડતા અને માથું ફાડી નાખે તેવી વાસ પણ મારતી. એની સારવાર લીધી, આવું સળંગ સાત-આઠ મહીના ચાલ્યું એટલે કંટાળીને બીજા ડોક્ટરને બતાવ્યું, એમણે ‘મારું શરીર ખસે છે એવું નિદાન કરીને કાયમ માટે સારું કરવું હોય તો કોથળી કઢાવવાનું ઓપરેશન કરાવવાની સલાહ આપી. આમેય હું બીમારીથી અને શરીરથી કંટાળી ગઈ હતી એટલે ઓપરેશન કરવી નાખ્યું. પછીના પાંચ-છ વર્ષ બધું સારું રહ્યું.”

તેઓ બોલવાનું શરૂ કરે તે પહેલાંજ એમની હેડ્કીની તીવ્રતાએ જ  જણાવી દીધું કે એની સ્થિતિ ખૂબ ખરાબ છે. લગભગ દર દસ સેકન્ડે એને હેડકી આવતી. હેડ્કી સાથે જાણે આખુંય શરીર હલી જતું હોય તેમ લાગતું. પોતે શરીરને સંતુલિત રાખવાના પ્રયત્નમાં બંને હાથથી માથું પકડીને, આંખો બંધ રાખીને, કોણીઓ ટેબલ પર ટેકવીને બેઠા.
“એવામાં મને શરદી-ખાંસીની તકલીફ થવા માંડી.. જયારે પણ શરદી-ખાંસી થાય એટલે છાતીમાં ગળફા બાઝે અને દર વખતે તાવ આવતો, એ સમયે અમે દક્ષીણ ગુજરાતમાં રહેતા. ત્યાં અમારી વાડીઓ હતી, ચીકુની. એટલે આમતો શુદ્ધ હવા, પાણી હતાં, તોયે આ શરદી ખાંસી કેમ થતી એનો ખ્યાલ ન આવ્યો. આની સારવાર દરમ્યાન જ મને એસીડીટી થવા માંડી. પેટમાં જાણે ઉકળતું પ્રવાહી રેડ્યું હોય તેમ લાહ્ય બળ્યા કરતી. ખાવા-પીવાની કોઈ તકલીફ નહી, સમય થાય એટલે ભુખ લાગે. તરસેય સામાન્ય. પણ આ લાહ્ય સતત બળ્યા કરતી. ખૂબ ઠંડું પણ ખાઈ જોયું પણ એનાથી પણ  પેટની બળતરામાં કોઈ આરામ ન થતો. એવામાં જ મને આ હેડ્કીની તકલીફ થવા માંડી. શરૂઆતમાં એ, આશરે ઓગણીસો નવ્વાણુંની સાલથી, દિવસમાં બે-ચાર વાર થતી. થોડું ખાઈ-પી લઈએ એટલે બેસી જતી પછી એની તકલીફ વધતી ગઈ. ધીમેધીમે કરતાં એ પછી આખો દિવસ રહેવા લાગી. રાતે ઊંઘમાં જ એ હેડ્કી બંધ રહેતી બાકી આંખ ખુલે એટલે શરૂ થાય તે રાત્રે સૂતાં સુધી બસ આમ હેડકી આવ્યાં જ કરે. એટલે વિવિધ પ્રકારની તપાસ અને રીપોર્ટની હારમાળા થઇ ગઈ.”

“તમેજ કહો, રાત-દિવસ, સવારસાંજ – બસ આમ હેડકી આવ્યાં જ કરે તો મારે સહન કેમનું કરવાનું અને બૈરી જાત, શું કામ કરવાનું ન હોય? સવારથી રાત સુધી હજાર કામ હોય, પણ આ હેડ્કીને લીધે એકેય કામમાં ભલીવાર ન આવે.
"ઠેક ઠેકાણે સારવાર કરાવી. કોઈએ ‘તમે ખુલ્લી હવામાં રહો છો એટલે તમને આવી તકલીફ થાય છે’ એવી સલાહ આપી તો કોઈએ ‘એલરજી છે’ એવું નિદાન કર્યું. કોઈએ એસીડીટીની સારવાર આપી તો કોઈએ પેટના અલ્સરની સારવાર આપી. આ બધા ઢગલો રિપોર્ટો કરાવ્યા છે. છાતીના ફોટા, પેટના ફોટા, આંતરડાના ફોટા. અત્યાર સુધીમાં ચાર-પાંચ વાર દુરબીન નાંખીને પેટની તપાસ પણ કરાવી છે. કંઈ સમજાતું નથી. હેડ્કીની તકલીફ માટે છાતીના નિષ્ણાંત, પેટના નિષ્ણાંત, અરે જ્ઞાનતન્તુંના નિષ્ણાંતને પણ બતાવ્યું છે. પણ આ હેડ્કી એવીને એવી છે.”

“દવાઓમાં પણ એસિડીટીથી માંડીને અલ્સરથી લઈને એલર્જી અને ખેંચની સારવારમાં ઉપયોગી થાય તેવી દવાઓ પણ અજમાવી જોઈ છે. કશાથી ફાયદો થતો નથી. વચ્ચે થોડો સમય માટે સ્ટીરોઇડનો અખતરો પણ કરી જોયો. એનાથી પણ કોઈ ફેર ન પડ્યો. એટલે આ “માનસિક” છે એમ મને સમજાવવા માંડ્યું. હવે તમેજ કહો આ આખો દિવસ હેડ્કી આવ્યાં કરે છે, આજે એ વાતને સાત વરસ થયા. આવી તકલીફ તે કઈ માનસિક તકલીફ થોડી હોય?”
“આ તો મારા પાડોશીથીય નથી જોવાતું. જયારે મળે ત્યારે કહે ‘કોઈ દવા કરવો, આમ તે કેમ ચાલશે?’ એટલે મેં એને મારી આપવીતી કહી કે, ‘બેન, કશું બાકી રાખ્યું નથી.’ હવે તો જે દવાઓ છે એમાં ખૂબ ઊંઘ આવે છે, મહામુશ્કેલીથી આંખો ખુલ્લી રાખવાનો પ્રયત્ન કરું છું. જેમ તેમ કરીને ખાવા-પીવાનું બનવું છું. બાકીતો કોઈ કામ થતું નથી, બસ આખો દિવસ હેડ્કી આવ્યાં કરે છે. એમણે ચિંતા થઇ એટલે અહીં લઇ આવ્યાં છે. જે જ્યાં સૂચવે ત્યાં હું આ રીપોર્ટનો થોકડો લઈને જાઉં છું... રખેને કોઈ દવા કામે લાગી જાય...”

દર વખતે હેડકી પછી એક નાનકડો ઓડકાર આવતો એ એમની હેડ્કીની તીવ્રતા સાથે એક નોંધપાત્ર બાબત હતી, આ સાથે ચાલુ દવાઓની અસરને કારણે તેઓને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને તેથી બોલવામાં તકલીફ થતી હતી. છેલ્લા થોડા સમયથી તેઓને બંને ગોઠણમાં દુઃખાવો શરૂ થયો હતો. અડધા દાયકાથી વધારે સમયથી પીડિત મહિલાની ઉપરોક્ત તકલીફોની સારવાર શરૂ કરી.
દસ દિવસની સારવાર બાદ જયારે તેઓ બતાવવા આવ્યાં ત્યારે એક જુદી જ વ્યક્તિ હતાં.

દવા શરૂ કર્યાના તુરંત બાદ તેઓને રાહત અનુભવાઈ હતી. શરૂઆતના ચાર દિવસ બાદથી હેડ્કી સંપૂર્ણપણે બંધ થઇ ગઈ હતી. સાત વર્ષ બાદ તેઓ એ આ સ્વસ્થતાનો અનુભવ કર્યો હતો. આ દરમ્યાન તેઓને હલકો, માથાનો દુઃખાવો, અનુભવાયો હતો. છેલ્લા એકાદ દિવસથી ઓડકાર આવતા પણ એમાં કોઈ પ્રકારની વાસ કે સ્વાદ અનુભવતા ન હતાં. આ દર્દીની સારવાર અઢી મહિના સુધી કરવામાં આવી હતી.જે બાદ એમની સારવાર બંધ કરી દેવામાં આવી.

ઉપરોક્ત કિસ્સામાં જોવા મળેલ ચમત્કારિક પરિણામથી હોમિયોપથી વિશેની ગેરમાહિતીઓ વિશેની એક ‘ખૂબ ધીમી સારવાર પદ્ધતિ’ એ અહીં દૂર થાય છે.

સારવારની ત્વરિતતા, સ્વસ્થતા પાછી મેળવવાનો સમયગાળો અને સારવાર દરમ્યાન અનુભવતા ફેરફારો એ વ્યક્તિલક્ષી હોય છે. તેથી દરેક દર્દીને ખૂબ જ ઝડપથી સારું ન થાય એ પણ શક્ય છે. પણ હોમિયોપેથીક સારવાર પદ્ધતિ પોતે ધીમી છે એ એક ખોટી માન્યતા છે,એવું દરેક અસરકારક સારવાર સાબિત કરે છે.

Tuesday, October 4, 2011

Cystic Fibrosis of Lung / Cystic Bronchietesis of Lung : Treated successfully with Homoeopathy


જીવવાની નહીં મરવાની દવા જોઈએ છે, આપશો???





“મારા ભાઈએ આપની પાસે સારવાર માટે મોકલી છે. પણ સારવાર તો ઠીક, આપની પાસે કોઈ મરવાની દવા હોય તો એ મને આપો, હવે નથી સહેવાતું, એટલે જીવન કરતાં મોત ઈચ્છું છું.”

પંચાવન વર્ષની વયના સન્નારીએ પોતાના આવવાના આશય સાથે જીવનની અંતિમ ઈચ્છા હોય તેવી રીતે પોતાની વ્યથા રજુ કરી, સાથે આવેલા એમના પતિ પણ જાણે એની ઈચ્છામાં સંમતિ ધરાવતા હોય તેમ એમણે પણ ચહેરા પર દયાના ભાવ સાથે પોતાની મંજૂરી દર્શાવી.

“ખૂબ રીબાઈ છું. જીવનની અડધી ઉંમર રીબાઈને જીવી છું. છેલ્લા પચ્ચીસ વર્ષ કરતાંયે વધુ સમયથી આ તકલીફ છે. આશરે એંશીની સાલમાં મને તકલીફ થવી શરૂ થઇ. ત્યારે શરદી થતી અને એની સાથે વારંવાર ખાંસીની તકલીફ થતી. શરૂઆતમાં મને એમ કે હશે, વાતાવરણને લીધે કે ખાવાપીવાને લીધે આમ થતું હશે, એટલે ઘરના ઓસડિયા અને સાદા ઘરગથ્થું ટુચકાઓ અજમાવ્યા. પણ કોઈ ફાયદો ન થતો. ત્યારે અમારી આર્થિક અને સામાજિક સ્થિતિ એવી ન હતી કે બીજી સારવાર પોષાય. બાળકો નાના હતાં, ઘરના વડીલો બીમાર રહેતા, એમના એકલાની કમાણી પર ઘર ચલાવવાનું, ખૂબ તકલીફો હતી. આવું ચાર-પાંચ વર્ષ ચાલ્યું. પછી એક મોટા દાક્તરને બતાવ્યું. એમણે તે જમાનાની બધીજ આધુનિક તપાસ કરાવડાવી. એમાંથી એમણે મારું જમણું ફેફસું ખરાબ થઇ ગયું છે એવું નિદાન કર્યું. એવા નિદાન સાથે એમણે અમદાવાદની મોટી હોસ્પિટલમાં બતાવવાની સલાહ આપી. ત્યાંના મોટા સાહેબે પણ ખૂબ સહાનુભૂતિપૂર્વક મારો કેસ તપાસ્યો અને અંતે લાગણીભરી સલાહ આપી કે ‘જો બહેન, તારે શાંતિથી જીવવું હોય તો તારું જમણું ફેફસું કાઢવી નાખ, તો જ તારી તબિયતમાં સુધારો થશે.’ મારે ઘેર નાના છોકરા અને ઉંમરલાયક વડીલો, બે ફેફસા સાથે કામ ન થતું એમાં આવું મોટું ઓપરેશન કેમ સહન થાય? એટલે મેં એમની સલાહ ન માની. હું બીમાર થઇ ત્યારથી આજ સુધી રાત-દિવસ બસ ખાંસ્યા કરું છું. મને હરુંફરું ત્યાં સુધી ખાસ તકલીફ થતી નથી પણ જેવી સુવા માટે આડી પડું એટલે ખાંસી વધી જાય એની સાથે ખૂબ શરદી થાય. નાક સાફ કરી કરીને હવે નાકમાં ચાંદા પડી ગયા છે. ગળામાં ચાંદા થઇ જાય છે. ખાંસી આવે એટલે ગળામાં પણ ખૂબ બળતરા થાય. સાથે હવે છાતીના પડખા પણ ખાંસી ખાઈ ખાઈ ને દુખી ગયા છે. ખાંસી એવી તો જોરદાર થાય કે મારા ખાંસવાના અવાજને લીધે ઘરમાં કોઈ શાંતિથી સુઈ શકતા નથી. ઘણીવાર બાકીના લોકો શાંતિથી સુઈ શકે તે માટે હું મોઢે કપડાનો ડૂચો દબાવી દઉં છું પણ એ પણ કેટલો સમય દબાવાય?

છેલ્લા ઘણા વર્ષોથી હવે ગંધાતા ગળફા આવે છે. કોઈ જનાવર મરી ગયું હોય અને પડ્યું પડ્યું સડી જાય, એની જેવી વાસ હોય તેવી, ખૂબ દુર્ગંધ ગળફામાંથી આવે છે. હવે તો મારા શ્વાશમાંથી પણ આવી અસહ્ય વાસ આવે છે. મારાથી જ એ સહન નથી થતી તો બીજાનું તો શું પુંછવું? એ તો મારા પતિ જ મહાન છે જે મારા જેવીને સહન કર્યા કરે છે. ખાંસતાં ખાંસતાં બેવડ વળી જવાય છે. પણ એ બિચારા ઉઠીને મારા વાંસે હાથ ફેરવ્યા કરે છે. મારી તો બીમારીને લીધે જિંદગી બગડી ગઈ પણ એમની તો મારા જેવીને નિભાવવામાં અને સારવાર કરાવવામાં વેડફાઈ ગઈ.

ઘણા વખતથી જુદી જુદી સારવાર કરાવી છે એના રિપોર્ટોનો આ ઢગલો છે. હવે તો એય સાચવીને થાકી ગઈ છું.

મારા બાળકો સહેજ ઉંમરલાયક થયા એટલે એમને સંસારના થાળે પાડી દીઘા છે. હવે તો એમનોય સંસાર ઠરીઠામ થઇ ગયો છે. ઘરના વડીલોય હવે તો પરધામ વહ્યા ગયા છે. એટલે મારી બધી જ જવાબદારીઓ પૂરી થઇ ગઈ છે. હવે આમેય જીવવાની જરૂર નથી, અને હવે વેઠાતું નથી. ખૂબ થાકી ગઈ છું.”

એમના છાતીના ફોટાના રિપોર્ટ* ૧૯૮૩થી કઢાવેલા હતાં. જેમાં જમણા ફેફસામાં “સિસ્ટીક ફાઈબ્રોસીસ” પ્રકારના ફેરફાર દેખાતા હતાં. આ પ્રકારની બીમારીમાં ફેફસાના મૂળ બંધારણમાં ફેરફાર થવાને કારણે શ્વસનતંત્રની ગંભીર તકલીફો થાય છે.

ત્યારબાદની સતત સારવાર છતાં ૧૯૮૭, ૧૯૯૩, ૧૯૯૭ અને છેક ૨૦૦૩ ની સાલ સુધીના છાતીના ફોટામાં એ જ પરિસ્થિતિ દેખાતી હતી. ખૂબ લાંબા  ગાળાની તકલીફોને કારણે હવે ગળફામાં પણ ગંભીર ફેરફારો થયા હતાં જેને કારણે તીવ્ર દુર્ગંધવાળા ગળફા પડતા હતાં. તેમને પાંત્રીસ વર્ષની ઉંમરે માસિક સ્ત્રાવ બંધ થઇ ગયો હતો. છેલ્લા થોડા વર્ષોથી હવે બીમારી સાથે બ્લડપ્રેશર પણ રહેવા લાગ્યું હતું.

હોમિયોપેથીક સારવાર પદ્ધતિ જેના માટે ખૂબ નામના મેળવી ચુકી છે એવો જ આ એક લાંબા ગાળાની બીમારીનો કેસ હતો. નિશ્ચિત ચિહ્નો અને હતાશાની માનસિક અવસ્થાને કેન્દ્રિત સારવાર શરૂ કરાઈ.

પ્રથમ મહિનાની સારવાર બાદ જયારે તેઓ બતાવવા આવ્યાં ત્યારે નવા જ જોમ સાથે પ્રવેશ્યાં. ટેબલ પર હાથ ટપારતાં જ બોલી ઊઠ્યા: “ હવે મારે જીવવું છે. હા, તમે માનશો?, છેલ્લા વીસ વર્ષથી હું આરામખુરશીમાં જ સુતી હતી. મારા પોતાના પલંગમાં હવે વીસ વર્ષ બાદ સુઈ શકું છું!” વધુ બે મહિનાની સારવાર બાદ તેઓ કોઇપણ જાતની ખાંસી અને ગળફાની તકલીફમાંથી મુક્ત થઇ ગયા હતાં. વધુ ત્રણ મહિનાની સારવારના અંતે કરાવેલા એક્સ-રેમાં પણ ફેફસાંનું બંધારણ સામાન્ય થઇ રહ્યું હોવાનું સ્પષ્ટ દર્શાવી રહ્યું હતું. આવા ઉત્સાહજનક રીપોર્ટ સાથે એમણે એક સુખદઆશ્ચર્ય  પ્રશ્ન કર્યો: “મારા આખા જીવનમાં મેં ક્યારેય પ્રવાસ નથી કર્યો, જીવનમાં ઘર અને દવાખાનાઓ સિવાય કંઈ જોયું નથી. હવે મને ખૂબ સારું છે, એટલે મનમાં ઈચ્છા થાય છે કે મારે ચારધામ જવું છે અને જો જવાય તો અમરનાથની જાત્રા કરવી છે. હવે મને વિશ્વાસ છે, મને કંઈ નહીં થાય.”

સાડા ચાર માસના ગાળા બાદ તેઓ ખૂબ પ્રફુલ્લિત ચહેરે અને વદને મળવા આવ્યાં.

જે વ્યક્તિ પોતાના પલંગ પર સુઈ શકતી ન હતી, પોતાની દૈહિક ક્રિયાઓ અને દૈનિક ઘરકામ સરળતાથી નિભાવી શકતી ન હતી, તે સામાન્યરીતે તંદુરસ્ત વ્યક્તિઓ માટે પણ દુર્ગમ અને મુશ્કેલ એવી યાત્રા પગપાળે કરીને આવી હતી. પોતે મેળવેલા નવા સ્વાસ્થ્યનો આનંદ અને ઉત્સાહ સમતો ન હતો એના મનમાં.

આ વખતની મુલાકાતમાં તેઓ ભગવાનનો પ્રસાદ વહેંચવા આવ્યાં હતાં.

એક વર્ષથી પણ ઓછા ગાળાની અસરકારક સારવારના અંતે જીવન અને બીમારીથી હતાશ અંદ હારી ગયેલી વ્યક્તિમાંથી પ્રભુના ઉત્કૃષ્ઠ પ્રસાદ એવા જીવનને તેઓ હવે નવા જોમ જુસ્સાથી માણી રહ્યા હતાં.

હોમીઓપેથીક સારવાર પદ્ધતિની સફળતાના અનેક પરિણામોમાંનું એક પરિણામ જેમાં ખૂબ ગંભીર અને હઠીલા રોગ ઉપર વિજય મેળવીને જીવનની મોજ પાછી મેળવી શકાઈ હતી.



* ક્રમ પ્રમાણેના એક્સરે રિપોર્ટસ 

 The first report of March 1987, S/o involvement of nearly whole Rt. Lung


 The Second report after 4 years shows no changes inspite of aggressive treatment


The third report nearly afer 10 years : Same state, no change The patient continues to suffers, no respite in spite of all treatment.

And then Homoeopathic Treatment : RECOVERY FOR ANY ONE TO SEE AND VERIFY.

As the patient recovered completely, but refused to undergo any tests furthur. So am not able to post the status (X-ray) of complete recovery.

Sunday, October 2, 2011

Spinal Canal Stenosis with Lumbar Disk Listhesis : Treated with Homeopathy


કરોડરજ્જુની સમસ્યા : કમ્મરતોડ દુઃખાવો



 “મારાભાણિયાનીવહુને બતાવવા લાવવાની છે, અમદાવાદથી, હસતી, રમતી, હરતી, ફરતી,છોકરી પથારીવશ થઇ ગઈ છે. પચ્ચીસ વર્ષની ઉંમરે પથારીવશ...હજી બે વર્ષ ઉપર જ પરણી છે. કાળને માટે ગાડી બૂક કરવી છે તો કાલે સવારે અમે એને લઈને આવીશું, તમે સમયસર પહોંચી જજો.”

પોતાની જાતેજ અપોઈન્ટમેન્ટનો સમય નિશ્ચિત કરીને મને હાજર રેહવાની સુચના આપીને વ્યવસાયે શિક્ષક એવા મામા-સસરા દર્દીની ગંભીરતા પણ સુચવી ગયા. બીજા દિવસે ઠરાવેલા સમય કરતાં પહેલા આવીને ડોકટર સમયસર પહોંચી ગયા છે એ ચકાસી લીધું.

થોડીવાર બાદ પથારીવશ યુવતીને ચાદરની ઝોળીમાં સુવડાવીને દવાખાનામાં લઈ આવ્યાં. ઝોળીમાંથી તપાસવાના ટેબલ પર સુવડાવતા દરમ્યાન દરેક હલનચલન વખતે એ કણસતી હતી. મુસાફરીનો થાક એના ચહેરા અને શરીર ઉપર વર્તાતો હતો, બાજુમાં એનો પતિ ચિંતિતભાવ સાથે એના સાંધાઓને સહેલાવતો ઉભો હતો એણે ‘હિસ્ટ્રી’ કહેવા માંડી.

“ લગભગ દોઢ મહિના પહેલાં એને કોઈ તકલીફ ન હતી. એ ખબૂ હોશિયાર કોમ્પ્યુટર એન્જીનીયર છે, મારી પત્ની છે માટે નથી કહેતો પણ છેલ્લા બે વર્ષમાં એને ચાર પ્રમોશન મળ્યા છે એટલે તમે સમજી શકો છો એ કેટલી મહેનત કરતી હશે. સવારે વહેલા ઉઠીને ચા-નાસ્તો પતાવી, અમારા બન્નેનું ટીફીન તૈયાર કરીને બધું કામ પતાવીને અડધો કલાક સ્કુટર ચલાવીને નવ વાગ્યે ઓફીસ પહોંચી જાય. સાંજે ઓફિસેથી છુટીને, ઘરની  સામાન્ય ખરીદી અને શાકભાજી લઈને સાત વાગે ઘરે પહોંચી જાય, પછી સાંજનું જમવાનું બનાવીને નવ સાડા નવ સુધીમાં પરવારી જાય પણ થાકનું નામ નહીં. ક્યારેક પારિવારિક પ્રસંગે કોઈના ત્યાં જવા-આવવાનું હોય તોયે એ તૈયાર... ક્યારેક રાત્રે દસ વાગ્યા બાદ અમથુંજ બહાર જવાનું પણ ગમતું. રજાના દિવસે ફટાફટ બધું પતાવીને નજીકના કોઈ સ્થળે ફરવા કે મિત્રોની સાથે પીકનીક માનવવા પણ તૈયાર રહેતી.

શરૂઆતમાં એને પીઠ અને કમ્મરમાં દુઃખાવો થવા લાગ્યો, નજીકમાં ડોક્ટરને બતાવ્યું ત્યારે એમણે દુઃખાવો દબાવવાની દવાથી સારવાર આપી. થોસો સમય એનાથી સારું રહ્યું, પછી ફરીથી દુઃખાવો થવા લાગ્યો એટલે બીજા ડોક્ટરને બતાવ્યું એમણે ‘આખો દિવસ બેસી રહેવાને કારણે પીઠમાં દુઃખાવો થાય છે’ એમ નિદાન કરીને સારવાર સાથે પીઠ અને કમ્મરને સપોર્ટ થાય એવો પટ્ટો પહેરવાની સલાહ આપી. સવારે પથારીમાંથી ઉભી થાય એટલે પટ્ટો પહેરી લે અને રાત્રે આદિ પડે ત્યારે જ પટ્ટો કાઢતી પણ તેના દુઃખાવામાં કોઈ ફેર ન પડ્યો એટલે એને દાખલ કરીને પગ પર વજન લટકાવીને ‘ટ્રેક્શન’ અપાવ્યું અને પીઠમાં ઇન્જેક્શન પણ મુકાવ્યા. અઠવાડિયા સુધી આ પરમને કરવા છતાં કોઈ ફેર ન લાગ્યો, પરિસ્થિતિ બગડતી જતી હતી... હવે એનાથી પથારીમાં પાંખું ફેરવવું પણ અશક્ય બનવા માંડ્યું હતું એટલે અત્યાધુનિક તપાસ કરાવી. વિવિધ તપાસના અંતે એને કરોડરજ્જુમાં વચ્ચેથી દબાણ ‘સેન્ટ્રલ ઇન્ડેન્ટએશન’ થાય છે એવું નિદાન આવ્યું અને વધુ તપાસ બાદ અસરકારક સારવાર થશે એવું જણાવ્યું.

હવે સ્થિતિ એવી થઈ હતી કે સામાન્ય કામ માટે કે કુદરતી હાજત માટે હરવુંફરવું મુશ્કેલ થઈ ગયું હતું. મહામુશ્કેલીએ એને પથ અને કમ્મર પર પટ્ટો બાંધીને ઉભી કરીએ તો બે જણની મદદથી એ થોડી ખસી શકે પણ સામાન્ય રીતે જેમ આપને પગના પંજા પર ચાલીએ તેમ એ ન ચાલી શકે. એણે એના પુંજા બહાર તરફ ઉંચા કરીને પગની પાની ઉપર ચાલવું પડે. બીજી તકલીફમાં એને થોડા વખતથી ઉલટીઓ થવા માંડી છે. વચ્ચેવચ્ચે તાવ પણ આવી જાય છે. એ બીમાર થઈ ત્યારથી કે કદાચ એની પહેલાથી એની ઊંઘ બરાબર નથી. આખો દિવસ આટલી બધી દોડાદોડી અને માનસિક શ્રમ કકરવા છતાં ઘણીવાર એ રાતે જાગતી જ હોય. મેં એને કેટલીયે વાર પૂછ્યું છે કે ‘તને કોઈ તકલીફ છે’? પણ એ ‘ના’ જ પાડે છે. અમારા પ્રેમ લગ્ન છે, પણ બંને પરિવારોની સંમતિથી કરેલા છે. અને અમારા વચ્ચે કે અમારા પરિવારો વચ્ચે કોઈ ગેરસમજ કે અણબનાવ નથી છતાં એને ‘કોઈ શું કહેશે ‘ એની ચિંતા રહેતી હોય તેમ મને લાગે છે.”

“તારે જે કેહેવું હોય તે કહેને...” પોતાની પત્નીના માથે પ્રેમથી હાથ ફેરવતા પતિએ હિંમત બંધાવી. અત્યાર સુધી પીડાથી કણસી રહેલી યુવતીના ચહેરા અને શરીર પર બીમારીના દુ:ખાવા ઉપરાંત પ્રવાસનો થાક ચઢી ગયો હતો, જાણે મહામુશ્કેલીએ બોલતી હોય તેમ તેણે પ્રયાસ કર્યો : “મને માનસિક કે સામાજિક કોઈ તકલીફ નથી. અમારા બંનેની કેરિયર સારી રીતે સેટ થઈ રહી છે અને એમાં આ બીમારી...ખબર નથી કેમની મને થઈ ગઈ છે. મને અઢારકલાક કામ કરતાં પણ ક્યારેય થાક ન લાગતો, ઉપરથી મને મારી ઓફીસનું અને ઘરનું કામ આનંદ આપતાં. બસ એકજ તકલીફ હતી, વચ્ચેવચ્ચે મારી ઊંઘ ઉડી જતી...” આમ કહેતા એ જાણે કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ. જાતને સંભાળતા થોસીવારના યત્ન પછી એ બોલી: “મને ઘણીવાર ખરાબ સ્વપ્નો આવે છે. મને લાગે કે જાણે કોઈ મને સળગાવી શું છે. હું મદદ માટે બુમો મારું છું પણ કોઈ મને સાંભળતું નથી. ક્યારેક મને ખૂબ ઊંચાઈ પરથી ખાઈમાં પડવાના સ્વપન આવેછે. દર વખતે આવા સ્વપ્નથી હું ઝબકીને જાગી જાઉં છું. આખા શરીરે પરસેવો થઈ જાય પછી થોડા સમય સુધી આખું શરીર જાણે અંદરથી ધ્રૂજતું હોય તેમ લાગે, જગ્યા પછી ડર ન લાગતો પણ પેતમી જાણે ફાળ પડી હોય તેવું લાગ્યા કરતું. આ સિવાય મને બીજી કોઈ તકલીફ નથી. હું સાજી તો થઇ જઈશને?” એ પ્રશ્ન સાથે એને ઊંડો શ્વાસ લીધો જાણે પોતાની જાતને હકારાત્મક વિચારોથી ભરતી હોય.

ખૂબ જ ઝડપથી પ્રસરેલા આ પીઠ અને કમ્મરના દુખાવા સાથે, ચાલવા માટે પડતી તકલીફ અને પગના પંજા પર ચાલવાને બદલે પાણી પર ચાલવાની પડતી ફરજ અને એના લાક્ષણિક સ્વપ્નોના આધારે સારવાર શરૂ કરાઈ.

દસ દિવસની સારવાર બાદ હવે એને પગમાં થતો દુઃખાવો ગાયબ હતો એ હવે પથારીમાં એકથી દોઢ કલાક કોઇપણ પ્રકારના ટેકા વગર બેસી શકતી હતી, અને કમ્મરમાં બેલ્ટ બાંધીને થોડું પણ – સામાન્ય- એટલેકે પગના પંજા પર ચાલતી થઈ હતી. હજી એને ઊંઘની તકલીફ હતી પણ તેને આવતા ભયાનક દુસ્વપનો ગાયબ હતાં. વધુ પંદર દિવસની સારવાર બાદ એ સામાન્યપણે ચાલતી થઈ હતી. હવે ઓફિસે માટે ઇચ્છુક હતી એટેલે બે મહિના બાદ બતાવવા જણાવ્યું.

બે મહિના પુરા થવાના અઠવાડિયા પહેલાં એનો ફોન આવ્યો: “મારે આપને બતાવવા રૂબરૂ આવવું જરૂરી છે? આમતો મને બધું ઠીક છે અને કોઈ તકલીફ નથી. વળી હમણાં મને જીવનની એક આદર્શ તક મળી છે. બેંગ્લોરની જગપ્રસિદ્ધ સોફ્ટવેર કંપનીએ મને ખૂબ આકર્ષક પગાર અને ઉચ્ચ હોદ્દાવાળી જોબ ઓફર કરી છે. મારે અઠવાડિયામાં જોઇન કરવાની છે એટલે જો મારી જરૂર ન હોય તો કોઈ આવીને  દવા લઈ જશે.”

સ્વસ્થતાનો રણકો એના દરેક શબ્દમાંથી ગુંજતો હતો. ગંભીર બીમારીમાંથી પછી મળી રહેલી સ્વસ્થતા એની સાથે ઉટાહ અને આત્મવિશ્વાસ પણ લાવી હતી.

થોડા અઠવાડિયાઓ પહેલાં જે વ્યક્તિ પથારીમાં પડખું ફેરવી ન શકતી એ હવે નવા ઉત્સાહ સાથે જીવનનું સુકાન ફેરવી રહી હતી.

આ દર્દીની સારવાર આજથી પંદર વર્ષ પહેલાં કરવામાં આવી હતી. ત્યારથી આજ સુધીમાં એનો વારેતહેવારે ફોનથી સંપર્ક થાય ત્યારે હમેશા એ એક જ વાક્ય દોહરાવે છે “ હોમિયોપેથીક સારવાર એ મારે માટે આશીર્વાદ છે. એક પથ્રીવશ બીમાર છોકરીને અઢાર કલાક કામ કરી શકતી એક્ઝીક્યુટીવ બનાવવામાં એનો ખૂબ જ મોટો ફાળો છે. અને મારી સ્વસ્થતા માત્ર ને માત્ર હોમિયોપેથીક સારવારને કારણે જ છે. થેન્ક્સ હોમિયોપેથી...

(વર્તમાનપત્ર માટે મોકલેલ લેખ)