Sunday, October 2, 2011

Spinal Canal Stenosis with Lumbar Disk Listhesis : Treated with Homeopathy


કરોડરજ્જુની સમસ્યા : કમ્મરતોડ દુઃખાવો



 “મારાભાણિયાનીવહુને બતાવવા લાવવાની છે, અમદાવાદથી, હસતી, રમતી, હરતી, ફરતી,છોકરી પથારીવશ થઇ ગઈ છે. પચ્ચીસ વર્ષની ઉંમરે પથારીવશ...હજી બે વર્ષ ઉપર જ પરણી છે. કાળને માટે ગાડી બૂક કરવી છે તો કાલે સવારે અમે એને લઈને આવીશું, તમે સમયસર પહોંચી જજો.”

પોતાની જાતેજ અપોઈન્ટમેન્ટનો સમય નિશ્ચિત કરીને મને હાજર રેહવાની સુચના આપીને વ્યવસાયે શિક્ષક એવા મામા-સસરા દર્દીની ગંભીરતા પણ સુચવી ગયા. બીજા દિવસે ઠરાવેલા સમય કરતાં પહેલા આવીને ડોકટર સમયસર પહોંચી ગયા છે એ ચકાસી લીધું.

થોડીવાર બાદ પથારીવશ યુવતીને ચાદરની ઝોળીમાં સુવડાવીને દવાખાનામાં લઈ આવ્યાં. ઝોળીમાંથી તપાસવાના ટેબલ પર સુવડાવતા દરમ્યાન દરેક હલનચલન વખતે એ કણસતી હતી. મુસાફરીનો થાક એના ચહેરા અને શરીર ઉપર વર્તાતો હતો, બાજુમાં એનો પતિ ચિંતિતભાવ સાથે એના સાંધાઓને સહેલાવતો ઉભો હતો એણે ‘હિસ્ટ્રી’ કહેવા માંડી.

“ લગભગ દોઢ મહિના પહેલાં એને કોઈ તકલીફ ન હતી. એ ખબૂ હોશિયાર કોમ્પ્યુટર એન્જીનીયર છે, મારી પત્ની છે માટે નથી કહેતો પણ છેલ્લા બે વર્ષમાં એને ચાર પ્રમોશન મળ્યા છે એટલે તમે સમજી શકો છો એ કેટલી મહેનત કરતી હશે. સવારે વહેલા ઉઠીને ચા-નાસ્તો પતાવી, અમારા બન્નેનું ટીફીન તૈયાર કરીને બધું કામ પતાવીને અડધો કલાક સ્કુટર ચલાવીને નવ વાગ્યે ઓફીસ પહોંચી જાય. સાંજે ઓફિસેથી છુટીને, ઘરની  સામાન્ય ખરીદી અને શાકભાજી લઈને સાત વાગે ઘરે પહોંચી જાય, પછી સાંજનું જમવાનું બનાવીને નવ સાડા નવ સુધીમાં પરવારી જાય પણ થાકનું નામ નહીં. ક્યારેક પારિવારિક પ્રસંગે કોઈના ત્યાં જવા-આવવાનું હોય તોયે એ તૈયાર... ક્યારેક રાત્રે દસ વાગ્યા બાદ અમથુંજ બહાર જવાનું પણ ગમતું. રજાના દિવસે ફટાફટ બધું પતાવીને નજીકના કોઈ સ્થળે ફરવા કે મિત્રોની સાથે પીકનીક માનવવા પણ તૈયાર રહેતી.

શરૂઆતમાં એને પીઠ અને કમ્મરમાં દુઃખાવો થવા લાગ્યો, નજીકમાં ડોક્ટરને બતાવ્યું ત્યારે એમણે દુઃખાવો દબાવવાની દવાથી સારવાર આપી. થોસો સમય એનાથી સારું રહ્યું, પછી ફરીથી દુઃખાવો થવા લાગ્યો એટલે બીજા ડોક્ટરને બતાવ્યું એમણે ‘આખો દિવસ બેસી રહેવાને કારણે પીઠમાં દુઃખાવો થાય છે’ એમ નિદાન કરીને સારવાર સાથે પીઠ અને કમ્મરને સપોર્ટ થાય એવો પટ્ટો પહેરવાની સલાહ આપી. સવારે પથારીમાંથી ઉભી થાય એટલે પટ્ટો પહેરી લે અને રાત્રે આદિ પડે ત્યારે જ પટ્ટો કાઢતી પણ તેના દુઃખાવામાં કોઈ ફેર ન પડ્યો એટલે એને દાખલ કરીને પગ પર વજન લટકાવીને ‘ટ્રેક્શન’ અપાવ્યું અને પીઠમાં ઇન્જેક્શન પણ મુકાવ્યા. અઠવાડિયા સુધી આ પરમને કરવા છતાં કોઈ ફેર ન લાગ્યો, પરિસ્થિતિ બગડતી જતી હતી... હવે એનાથી પથારીમાં પાંખું ફેરવવું પણ અશક્ય બનવા માંડ્યું હતું એટલે અત્યાધુનિક તપાસ કરાવી. વિવિધ તપાસના અંતે એને કરોડરજ્જુમાં વચ્ચેથી દબાણ ‘સેન્ટ્રલ ઇન્ડેન્ટએશન’ થાય છે એવું નિદાન આવ્યું અને વધુ તપાસ બાદ અસરકારક સારવાર થશે એવું જણાવ્યું.

હવે સ્થિતિ એવી થઈ હતી કે સામાન્ય કામ માટે કે કુદરતી હાજત માટે હરવુંફરવું મુશ્કેલ થઈ ગયું હતું. મહામુશ્કેલીએ એને પથ અને કમ્મર પર પટ્ટો બાંધીને ઉભી કરીએ તો બે જણની મદદથી એ થોડી ખસી શકે પણ સામાન્ય રીતે જેમ આપને પગના પંજા પર ચાલીએ તેમ એ ન ચાલી શકે. એણે એના પુંજા બહાર તરફ ઉંચા કરીને પગની પાની ઉપર ચાલવું પડે. બીજી તકલીફમાં એને થોડા વખતથી ઉલટીઓ થવા માંડી છે. વચ્ચેવચ્ચે તાવ પણ આવી જાય છે. એ બીમાર થઈ ત્યારથી કે કદાચ એની પહેલાથી એની ઊંઘ બરાબર નથી. આખો દિવસ આટલી બધી દોડાદોડી અને માનસિક શ્રમ કકરવા છતાં ઘણીવાર એ રાતે જાગતી જ હોય. મેં એને કેટલીયે વાર પૂછ્યું છે કે ‘તને કોઈ તકલીફ છે’? પણ એ ‘ના’ જ પાડે છે. અમારા પ્રેમ લગ્ન છે, પણ બંને પરિવારોની સંમતિથી કરેલા છે. અને અમારા વચ્ચે કે અમારા પરિવારો વચ્ચે કોઈ ગેરસમજ કે અણબનાવ નથી છતાં એને ‘કોઈ શું કહેશે ‘ એની ચિંતા રહેતી હોય તેમ મને લાગે છે.”

“તારે જે કેહેવું હોય તે કહેને...” પોતાની પત્નીના માથે પ્રેમથી હાથ ફેરવતા પતિએ હિંમત બંધાવી. અત્યાર સુધી પીડાથી કણસી રહેલી યુવતીના ચહેરા અને શરીર પર બીમારીના દુ:ખાવા ઉપરાંત પ્રવાસનો થાક ચઢી ગયો હતો, જાણે મહામુશ્કેલીએ બોલતી હોય તેમ તેણે પ્રયાસ કર્યો : “મને માનસિક કે સામાજિક કોઈ તકલીફ નથી. અમારા બંનેની કેરિયર સારી રીતે સેટ થઈ રહી છે અને એમાં આ બીમારી...ખબર નથી કેમની મને થઈ ગઈ છે. મને અઢારકલાક કામ કરતાં પણ ક્યારેય થાક ન લાગતો, ઉપરથી મને મારી ઓફીસનું અને ઘરનું કામ આનંદ આપતાં. બસ એકજ તકલીફ હતી, વચ્ચેવચ્ચે મારી ઊંઘ ઉડી જતી...” આમ કહેતા એ જાણે કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ. જાતને સંભાળતા થોસીવારના યત્ન પછી એ બોલી: “મને ઘણીવાર ખરાબ સ્વપ્નો આવે છે. મને લાગે કે જાણે કોઈ મને સળગાવી શું છે. હું મદદ માટે બુમો મારું છું પણ કોઈ મને સાંભળતું નથી. ક્યારેક મને ખૂબ ઊંચાઈ પરથી ખાઈમાં પડવાના સ્વપન આવેછે. દર વખતે આવા સ્વપ્નથી હું ઝબકીને જાગી જાઉં છું. આખા શરીરે પરસેવો થઈ જાય પછી થોડા સમય સુધી આખું શરીર જાણે અંદરથી ધ્રૂજતું હોય તેમ લાગે, જગ્યા પછી ડર ન લાગતો પણ પેતમી જાણે ફાળ પડી હોય તેવું લાગ્યા કરતું. આ સિવાય મને બીજી કોઈ તકલીફ નથી. હું સાજી તો થઇ જઈશને?” એ પ્રશ્ન સાથે એને ઊંડો શ્વાસ લીધો જાણે પોતાની જાતને હકારાત્મક વિચારોથી ભરતી હોય.

ખૂબ જ ઝડપથી પ્રસરેલા આ પીઠ અને કમ્મરના દુખાવા સાથે, ચાલવા માટે પડતી તકલીફ અને પગના પંજા પર ચાલવાને બદલે પાણી પર ચાલવાની પડતી ફરજ અને એના લાક્ષણિક સ્વપ્નોના આધારે સારવાર શરૂ કરાઈ.

દસ દિવસની સારવાર બાદ હવે એને પગમાં થતો દુઃખાવો ગાયબ હતો એ હવે પથારીમાં એકથી દોઢ કલાક કોઇપણ પ્રકારના ટેકા વગર બેસી શકતી હતી, અને કમ્મરમાં બેલ્ટ બાંધીને થોડું પણ – સામાન્ય- એટલેકે પગના પંજા પર ચાલતી થઈ હતી. હજી એને ઊંઘની તકલીફ હતી પણ તેને આવતા ભયાનક દુસ્વપનો ગાયબ હતાં. વધુ પંદર દિવસની સારવાર બાદ એ સામાન્યપણે ચાલતી થઈ હતી. હવે ઓફિસે માટે ઇચ્છુક હતી એટેલે બે મહિના બાદ બતાવવા જણાવ્યું.

બે મહિના પુરા થવાના અઠવાડિયા પહેલાં એનો ફોન આવ્યો: “મારે આપને બતાવવા રૂબરૂ આવવું જરૂરી છે? આમતો મને બધું ઠીક છે અને કોઈ તકલીફ નથી. વળી હમણાં મને જીવનની એક આદર્શ તક મળી છે. બેંગ્લોરની જગપ્રસિદ્ધ સોફ્ટવેર કંપનીએ મને ખૂબ આકર્ષક પગાર અને ઉચ્ચ હોદ્દાવાળી જોબ ઓફર કરી છે. મારે અઠવાડિયામાં જોઇન કરવાની છે એટલે જો મારી જરૂર ન હોય તો કોઈ આવીને  દવા લઈ જશે.”

સ્વસ્થતાનો રણકો એના દરેક શબ્દમાંથી ગુંજતો હતો. ગંભીર બીમારીમાંથી પછી મળી રહેલી સ્વસ્થતા એની સાથે ઉટાહ અને આત્મવિશ્વાસ પણ લાવી હતી.

થોડા અઠવાડિયાઓ પહેલાં જે વ્યક્તિ પથારીમાં પડખું ફેરવી ન શકતી એ હવે નવા ઉત્સાહ સાથે જીવનનું સુકાન ફેરવી રહી હતી.

આ દર્દીની સારવાર આજથી પંદર વર્ષ પહેલાં કરવામાં આવી હતી. ત્યારથી આજ સુધીમાં એનો વારેતહેવારે ફોનથી સંપર્ક થાય ત્યારે હમેશા એ એક જ વાક્ય દોહરાવે છે “ હોમિયોપેથીક સારવાર એ મારે માટે આશીર્વાદ છે. એક પથ્રીવશ બીમાર છોકરીને અઢાર કલાક કામ કરી શકતી એક્ઝીક્યુટીવ બનાવવામાં એનો ખૂબ જ મોટો ફાળો છે. અને મારી સ્વસ્થતા માત્ર ને માત્ર હોમિયોપેથીક સારવારને કારણે જ છે. થેન્ક્સ હોમિયોપેથી...

(વર્તમાનપત્ર માટે મોકલેલ લેખ)

No comments:

Post a Comment