ગુમાવેલી દ્રષ્ટિ... પાછી મળી સૃષ્ટિ...
“હેલો..., મારા દીકરાની આંખને કંઇક ગંભીર તકલીફ થઇ છે, એ તો હાલ અમદાવાદ છે પણ
ત્યાંના ડોક્ટરના મત પ્રમાણે એને તીવ્ર તકલીફ છે. એના રીપોર્ટની ઝેરોક્સ અહીં
મોકલી છે, તે બતાવવા હમણાંજ આવું છું, પ્લીઝ થોડી વાર રાહ જોજો...” ફોન પર કાંપતા
અવાજની વિનંતી સ્થિતિની ગંભીરતા સૂચવતી હતી.
થોડા જ સમય બાદ ચિંતિત પિતા પોતાના પુત્રની તકલીફની વિગત અને તેણે મોકલાવેલા
રેપોર્તની ઝેરોક્સ સાથે પ્રવેશ્યા. ફોનમાં પહેલા સંભળાયેલુ કંપન અત્યારે ચહેરા પર
દેખાઈ રહ્યું હતું.
“આ તે શું થઇ ગયું?” “એને જ કેમ થયું?” “તે આવું તે થતું હશે?” પોતાના પુત્ર
સાથે ફોન પર થયેલ વાતથી મુંજવણ અનુભવતા પ્રશ્નો એમણે કરવા માંડ્યા. જાણે તેઓ
પોતાને જ પૂછતા હોય તેમ એક પછી એક પ્રશ્નો પુછતા કરતાં હતાં. તેમના પ્રશ્નોની
હારમાળા તોડીને એમને વિગતો આપવા જણાવ્યું.
“મારો પુત્ર ચોવીસ વર્ષનો છે. ખુબ પ્રતિભાશાળી છે. મારો છોકરો છે એટલે વખાણ નથી કરતો પણ પહેલેથીજ
અભ્યાસમાં અવ્વલ છે. મેં એને ક્યારેય રખડતો, રમતો નથી જોયો. અમે લોકો મધ્યમ વર્ગના
છીએ. મારું બાળપણ કારમી ગરીબીમાં વીત્યું છે એટલે મને મનથી એમકે અમારા સંતાનો ખુબ
મહેનત કરીને આગળ આવે. નાનપણથી જ મારો દીકરો મારા મનની વાત જાણે સમજી ગયો હોય તેમ
એણેક્યારેય બાળ સહજ તોફાનો પણ નથી કર્યા. કંઈ ન હોય તો ઘરમાં બેસી રહે અથવા ચોકમાં
એકલો રમ્યા કરે. ભણવામાં પણ હોશિયાર. નિશાળેથી આવીને બીજા છોકરા દફતર ફેંકીને બહાર
રમવા દોડી જાય પણ મારો દીકરો ઘરે આવીને તરત એનું લેસન કરવા બેસી જાય. ક્યારેક તો
અમારે એને ટોકવો પડતો કે ભાઈ બસ, હવે વાંચવા-લખવાનું બંધ કરીને થોડુંક તો રમ, પણ એ
તો જાણે સાંભળતો જ ન હોય તેમ એનું ભણવાનું ચાલુ જ રાખતો. દસમા અને બારમા ધોરણ
દરમ્યાન પણ વગર ટયુશને ખુબ સારા ટકા સાથે પાસ થયો હતો. એને કોમ્પ્યુટરનું ભણવું
હતું એટલે બીજા રાજ્યોમાં ભણવા જવું પડે તેમ હતું. મારો એક જ દીકરો છે એટલે મને એમ
કે એને આપણા રાજ્યમાં જ ભણાવવો જેથી તકલીફે પહોંચી વળાય, અને જુઓ આ તકલીફ આવી ગઈ.
આમ તો એની સેમિસ્ટર પદ્ધતિ છે, પણ હવે
છેલ્લા બે સેમિસ્ટર જ બાકી છે. હમણાંથી એને વાંચવાનું ખૂબ વધી ગયું છે, વળી
કોમ્પ્યુટરનું ભણવાનું એટલે પ્રેક્ટીકલ પણ ખરા, એને આમ તો નાનપણથી આંખે નંબર છે.
છેલ્લા થોડા વખતથી એના નંબર વધતા જતા
હતાં.
ગયા અઠવાડિયે એને આંખમાં અચાનક ઝાંખું દેખાવા લાગ્યું એને એમ કે આંખો થાકી ગઈ
છે એટલે પાણીથી ધોઈ, પણ કોઈ ફેર ન જણાયો. પછી ઝાંખપ વધતી ગઈ અને જમણી આંખની નીચે
કરોળીયાના જાળામાંથી જોતો હોય તેમ આંખની દ્રષ્ટિ આગળ જાળું બાઝી ગયું એટલે એને
ત્યાંના આંખના નિષ્ણાતને બતાવ્યું. તેઓએ વિસ્તૃત તપાસ કરીને થોડા ટેસ્ટ કર્યા અને
લોહીની લેબોરેટરી તપાસ કરાવી. એમણે જે બીમારીની શંકા હતી તે જ છે એવું એમણે
કહ્યું. અમને તો આમાં કંઈ સમજ પડતી નથી પણ એ ડોક્ટરે ‘આ ખૂબ ગંભીર બીમારી છે અને
એની દુરોગામી અસરો રહેશે એવું કહ્યું ચી. જ્યારથી મારો દીકરો એમને મળીને આવ્યો છે
ત્યારથી સતત રડ્યા કરે છે, એ કોમ્પુટર એન્જીનીયર થવાનો છે. આંખો વગર એનું ભવિષ્ય
કેવું અંધકારમય થઇ જશે? ખૂબ હતાશ થઇ ગયો છે. એની બીમારીની ખબર પડી એટલે અમે એને
મળવા ત્યાં ગયા અને એને પાછો અહીં લઇ આવવો હતો પણ એણે જીદ કરી કે ‘મારી પરીક્ષા
આવે છે, મારે ખૂબ તૈયારીઓ કરવાની છે’ એમ કહીને એ તો ન આવ્યો. એક આંખે દેખાતું બંધ
થઇ ગયું છે. બીજી આંખે ઝાંખું દેખાય છે. આવામાં આંખોને આરામ આપવાને બદલે હજુ વધુ
વાંચે છે. ચોખ્ખું ન વંચાય એટલે કંટાળે અને પછી રડ્યા કરે... અમારાથી પણ એની તકલીફ
જોવાતી નથી. ઘરમાં બધાનું ખાવા પીવાનું હરામ થઇ ગયું છે. કોઈ શાંતિથી સૂતું પણ
નથી.”
આટલું કહેતાની સાથે મહામુશ્કેલીએ રોકી રાખેલા આંસુ પિતાની આંખોમાંથી પડવા
માંડ્યા. “કેટકેટલા સપના જોયા હતાં, એના સુખ ભવિષ્યના, ઉજ્જવળ ભવિષ્યની જગ્યાએ હવે
તો અંધકારમય ભવિષ્ય થઇ જવાનું... આખું કુટુંબ દુઃખ સાથે આ આઘાતજનક સમાચારથી હચમચી
ગયું છે. અમારા એક શુભેચ્છકે હોમિયોપેથીક સારવાર કરાવવાનું સૂચવ્યું એટલે ખૂબ આશા
સાથે આવ્યો છું.”
એમના પુત્રના રિપોર્ટ્સ ચિંતાજનક હતાં. એને “લ્યૂપસ ઓફ્થેલ્મીક્સ “ નામનો રોગ
થયો હતો. પ્રાથમિક નિદાન અને ત્યારબાદના લોહીના પરીક્ષણો નિદાનને દ્રઢ બનાવતા
હતાં. આ એક પડકારરૂપ કેસ હતો.
દર્દીની હાલની તકલીફો, તેના લોહીના પરીક્ષણો, તેની માનસિક નિરાશાની સ્થિતિ,
અને બાળપણથી ખંત રાખીને ચીવટપૂર્વક અભ્યાસ કરવાનો સ્વભાવ એમ સમગ્ર બાબતોને
ધ્યાનમાં રાખીને સારવાર શરૂ કરવામાં આવી.
આશરે મહિનાની સારવાર પછી પોતે સેમેસ્ટર પરીક્ષા આપ્યા બાદ પ્રથમવાર રૂબરૂ મળવા
આવ્યો.
છ ફૂટ ઉંચા, પ્રતિભાશાળી યુવાને અચાનક આવી પડેલી બીમારીને જાણે મ્હાત કરવાની
તૈયારી કરી લીધી હતી. સારવારની અસર ખુબજ ઉત્સાહજનક રહી હતી. આંખમાંથી નીકળતું પ્રવાહી હવે બંધ થઇ ગયું
હતું. સાથે દ્રષ્ટિ અને વાંચનશક્તિ પણ સુધરી રહી હતી. દિવસના પંદરથી અઢાર કલાક આંખ
પાસેથી એ કામ લઇ શક્યો હતો. રૂબરૂ મુલાકાતમાં એણે વધુ માહિતી આપતાં જણાવ્યું કે
એને વૃષણ પાસે એક ચાંદુ પડ્યું હતું, જેની સારવાર ઘણા સમયથી ચાલુ હતી. હમણાં થોડા
સમય પહેલાંજ એને એ ચાંદુ મટી ગયું હતું, તે આ સારવાર દરમ્યાન ફરીથી ઉભરાયું હતું.
આ ઉપરાંત એને મોઢામાં વારંવાર ચાંદી પડતી જે ખૂબ દર્દ કરતી. જયારે પણ ચાંદી પડતી
તો દસથી પંદર દિવસ એની અસર રહેતી. આ ઉપરાંત એને ભૂતકાળમાં કાકડા ફુલવાની અને એમાં
પાક થવાની તકલીફ પણ વારંવાર થતી હતી.
હોમિયોપેથીક સારવાર પદ્ધતિ લક્ષણદર્શી (SYMPTOMATIC) ન હોઈ ને
વ્યક્તિલક્ષી (INDIVIDUALISED) હોવાનો મોટો ફાયદો આ કેસમાં
જોવા મળ્યો. પ્રાથમિક ચિહ્નો અને પરીક્ષણો પર પસંદ કરાયેલી દવા ઉપરોક્ત બધી જ
તકલીફોની ફરિયાદ પણ સચોટપણે આવરી લેતી હતી. તેથી સારવારમાં કોઈ ફેરફાર કરવાની
આવશ્યકતા ન હતી. પ્રથમ મહિનાની સારવારના અંતે દર્દીને લાભ થયેલો જનતા વધુ સમય માટે
સારવાર ચાલુ રખાવી.
લાંબી સારવાર દરમ્યાન વચ્ચે થોડા સમયના અંતરે એની કાકડાની તકલીફો, મોઢામાં થતા
ચંદા અને વૃષ્ણ પર થતી ચાંદીની તકલીફો થોડા સમય મારે દેખા દઈને પછી મટી ગઈ. આ
દરમ્યાન એનો અભ્યાસ સરળતાથી સંપૂર્ણ થયો. એ ઉચ્ચતમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયો. સહુના
આશ્ચર્ય વચ્ચે એને દેશની ગૌરવશાળી આઈ.ટી. કંપનીમાં ઉચ્ચ હોદ્દા અને પગારવાળી નોકરી
મળી.
ખૂબ જ જટિલ એવા આ રોગની લાંબી સારવારના
અંતે એના લોહીના પરીક્ષણો તદ્દન નોર્મલ આવ્યાં. એની આંખ અને દ્રષ્ટિ બંને સામાન્ય
થઇ ગયા. હા, એક આડવાતનો ફાયદો પણ સાથે થયો: બાળપણથી ચશ્માંના નંબર હતાં તે નંબર પણ
ઉતરી ગયા. હવે ન તો ચશ્માંની જરૂર રહી ન તો સારવારની, હોમિયોપેથિક્ સારવારથી એક
પ્રતિભાશાળી જીવન ફરીથી ઉજ્જવળ બની ગયું...
No comments:
Post a Comment